મુનવ્વર ફારુકીએ જીત્યો બિગ બોસ 17 શો…

0
265

સલમાન ખાનના ચર્ચિત અને વિવાદિત રિયાલિટી શો બિગ બોસ ની 17 મી સીઝન પૂરી થઈ છે. આ વખતે પણ બિગ બોસ જોઈને દર્શકોનું ભરપૂર મનોરંજન થયું છે. આ સિઝનમાં હસી મજાકની સાથે લોકોએ લડાઈ ઝઘડા પણ ખૂબ જોયા છે. રવિવારે આ શોનું ગ્રાન્ડ ફિનાલે હતું. બિગ બોસની આ સીઝનમાં 17 લોકોની એન્ટ્રી બિગ બોસ હાઉસમાં થઈ હતી. જેમાંથી શો મુનવ્વર ફારુકીએ જીત્યો છે.બિગ બોસના ઘરમાં આવેલા 17 લોકોમાંથી ફિનાલે સુધી પાંચ ફાઈનલિસ્ટ બાકી રહ્યા હતા. પાંચમાંથી પણ ટ્રોફી માટે બે દાવેદાર વચ્ચે સ્પર્ધા હતી. જેમાં મુનવ્વર ફારુકી અને અભિષેક કુમાર છેલ્લે સુધી હતા. પરંતુ જનતાના વોટના આધારે શો મુનવ્વર ફારૂકીએ જીત્યો છે અને અભિષેક કુમાર રનરઅપ બન્યો છે.