ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્ય સરકાર ત્રણ વિધાયક લાવવાની તૈયારીમાં

0
78

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર ત્રણ જેટલા વિધાયક લાવવાની તૈયારીમાં હોય તેવા સંકેત મળી રહ્યા છે. બજેટ સત્ર દરમિયાન મહેસુલ વિભાગ દ્વારા ગુજરાત ગણોત વહીવટ ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક લાવવાની તૈયારી કરી હોવાના સંકેત મળી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તારીખ પહેલી ફેબ્રુઆરીથી મળી રહ્યું છે તે પૂર્વેની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. બજેટ સત્ર પૂર્વે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવે છે. આ બેઠકમાં શિસ્ત અને અનુસાસનને લઈને અઢી લાઇનની વિહ્પ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા બજેટ સત્ર દરમિયાન ત્રણ વિધેયક લવાય તેવી શક્યતા છે. આ પૈકી એક વિધેયક મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા) વિધેયક છે. આ વિધેયકથી સખાવતી સંસ્થાઓ એટલે કે, ટ્રસ્ટ પાસે જે જમીન છે તે જમીનને બિનખેતી કરવાનાં દ્વાર ખુલ્લાં થશે તેમ સૂત્રોનું કહેવું છે. જોકે આ બિલની ચોક્કસ જોગવાઈઓ શું છે તે જાહેર કરવામાં આવી નથી. જે કેબિનેટની મંજુરી બાદ જાહેર થશે.