‘મુસ્કુરાયેગા ઈન્ડિયા’ સોંગ રિલીઝ કર્યું

0
181

કોરોનાવાઈરસના કહેરની વચ્ચે અક્ષય કુમાર તથા જેકી ભગનાનીએ સાથે મળીને ‘મુસ્કુરાયેગા ઈન્ડિયા’ સોંગ રિલીઝ કર્યું છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં આ સોંગની જાહેરાત કરી હતી. આ ગીતમાં કહેવામાં આવ્યું છે કે આ મુશ્કેલ ઘડી પણ જતી રહેશે અને ફરી એકવાર ભારતના ચહેરા પર હાસ્ય આવશે. આ ગીતમાં અક્ષય કુમાર, જેકી ભગનાની, રકુલ પ્રીત સિંહ, ક્રિકેટર શિખર ધવન, આયુષ્માન ખુરાના, ટાઈગર શ્રોફ, વિકી કૌશલ, કાર્તિક આર્યન, રાજકુમાર રાવ, સિદ્ધાર્થ મલ્હોત્રા, તાપસી પન્નુ, ભૂમિ પેડનેકર, ક્રિતિ સેનન, કિઆરા અડવાણી તથા અનન્યા પાંડે જોવા મળે છે. આ તમામ સેલેબ્સે પોતાના હિસ્સાનું શૂટિંગ ઘરે રહીને કર્યું હતું. આ ગીતને વિશાલ મિશ્રાએ ગાયું છે અને કમ્પોઝ કર્યું છે. જ્યારે આ ગીત કૌશલ કિશોરે લખ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here