મોડી રાત્રે કચ્છમાં 5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો …..

0
28

ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં ફરી એક વાર ભૂકંપનો આંચકો આવ્યો છે. ભૂકંપનો આંચકો આવતાની સાથે જ લોકો ઘરમાંથી બહાર આવી ગયો હતો. કચ્છમાં 5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.કચ્છના ભુજ, નખત્રાણા, રાપર, ભચાઉ સહિતના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. પૂર્વ સહિત પશ્ચિમ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અવાજની સાથે ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે 11 : 26 મિનિટે દુધઈ નજીક કેન્દ્રબિંદુ પર ભૂકંપનો આંચકો નોંધાયો હતો.આ અગાઉ પણ અમરેલી અને રાજકોટમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. 27 ઓક્ટોમ્બર 2024ના રોજ અમરેલી અને રાજકોટ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમરેલીમાં 3.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અમરેલીથી 41 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયું હતુ.સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભૂકંપ આવવાના પાછળ ઘણા ભૌગોલિક અને ભૂગર્ભીય કારણો છે. આ વિસ્તારમાં ભૂકંપની અસર વધારે જોવા મળે છે.