મોદી-જિનપિંગ સમિટ : ચીને પસંદ કર્યું મમલ્લાપુરમ

0
487

તમિલનાડુની એઆઈએડીએમક સરકારે પાટનગર ચેન્નઈના મમલ્લાપુરમ (મહાબલીપુરમ)ને દુલ્હનની જેમ શણગારી દીધું છે. જ્યાં જૂઓ ત્યાં સુરક્ષા કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બીજી અનૌપચારિક ચર્ચા આ શહેરમાં થવાની હોવાથી સઘન સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવાયો છે. શિખર બેઠકમાં પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે આતંકવાદ, વ્યાપાર અને સુરક્ષા મુદ્દે વિસ્તૃત ચર્ચા થશે. ખાસ વાત એ છે કે આ સ્થળ મમલ્લાપુરમનું નામ ચીને જ સુચવ્યું હતું, જેના માટે ભારત પણ તાત્કાલિક સહમત થયું હતું. મમલ્લાપુરમથી ચીનને ઐતિહાસિક સંબંધ તો છે જ પરંતુ રાજકીય દૃષ્ટિએ પણ આ સ્થળ પીએમ મોદી માટે પરફેક્ટ છે.

આ બાબતથી વાકેફ એક સૂત્રએ જણાવ્યું કે બે મહિના પૂર્વે જ્યારે મોદી-શી શિખર બેઠક માટે સ્થળ અંગે ચીનમાં ચર્ચા થઈ જો ભારતમાં ચીનના પૂર્વ રાજદૂત અને વર્તમાન ઉપ વિદેશ મંત્રી લુ ઝાઓહુઈએ મમલ્લાપુરમ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. ઝાઓહુઈ ચીનના વિદ્વાન શુ ફંચેંગના શિષ્ય છે અને તેઓ મમલ્લાપુરમના ઐતિહાસિક મહત્વને સારી રીતે સમજતા હતા. તેમને ચીનના આ પ્રાચીન નગર સાથેના ઐતિહાસિક સંબંધ વીશે માહિતી હતી. આ બેઠકમાં ઝાઓહુઈ ઉપરાંત ભારતમાં ચીનના વર્તમાન રાજદૂત સુન વેઈડોંગ પણ સામેલ હતા. સૂત્રોએ જણાવ્યું કે ચીને બીજી અનૌપચારિક શિખર બેઠક માટે સ્થળની પસંદગી માટે સ્થળનું સુચન કર્યું તો વડાપ્રધાન મોદીએ તાત્કાલિક સહમતિ વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here