મોનસૂન અપડેટ: દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી

0
732

સપ્ટેમ્બર મહિનાના પહેલા 13 દિવસ પસાર થઈ ગયા છે પરંતુ હાલ પણ કેટલાક રાજ્યોમાં આફતનો વરસાદ વરસી રહ્યો છે.દેશથી મૉનસૂન સામાન્ય રીતે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા સુધી વિદાઈ લઈ લે છે. પરંતુ આ સમયે સપ્ટેમ્બર મહિનાના પહેલા 13 દિવસ પસાર થઈ ગયા છે પરંતુ હાલ પણ કેટલાક રાજ્યોમાં આફતનો વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના લીધે જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે.

હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને સિક્કિમ સહિત અન્ય રાજ્યોમાં ભારે વરસાદની ચેતાવણી આપી છે. હવામાન વિભાગના મુજબ પશ્ચિમ બંગાળ, અરૂણાચલ પ્રદેશ. ઑડિસ્સા અને મેઘાલયમાં પૂરો દિવસ વરસાદ થઈ શકે છે.

મધ્યપ્રદેશ, ગુજરાતમાં થઈ રહ્યો છે ભારે વરસાદ

મૉનસૂનનો ભલે છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે પરંતુ મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે. એમપીના કેટલાક જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે, ત્યાં કેટલાક શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરી દીધો છે. ત્યાં બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here