રકુલ પ્રીત સિંહ અને જૅકી ભગનાની આવતા મહિને ગોવામાં લગ્ન કરવાનાં હોવાની ચર્ચા

0
345

રકુલ પ્રીત સિંહ અને જૅકી ભગનાની આવતા મહિને ગોવામાં લગ્ન કરવાનાં હોવાની ચર્ચા ચાલી રહી છે. તેઓ છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપમાં હતાં. તેમણે ૨૦૨૧ના ઑક્ટોબરમાં તેમની રિલેશનશિપને ઑફિશ્યલ કરી હતી. ત્યાર બાદ તેઓ ઘણી વાર વેકેશન પર, ડિનર ડેટ અને રેડ કાર્પેટ પર સાથે જોવા મળ્યાં હતાં. રકુલ અને જૅકી હાલમાં થાઇલૅન્ડમાં વેકેશન માણી રહ્યાં છે અને તેઓ હાલમાં આ સમયને એન્જૉય કરી રહ્યાં છે. આ દરમ્યાન તેમનાં લગ્નની વાત જોરશોરમાં ચાલી રહી છે. તેઓ ૨૨ ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરવાનાં છે એવી ચર્ચા છે. આ લગ્નમાં તેમના ફૅમિલી અને ફ્રેન્ડ્સ હાજરી આપશે એવી શક્યતા છે. આ માટે હજી સુધી તેમના તરફથી કોઈ પણ માહિતી આપવામાં નથી આવી.રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ફેબ્રુઆરીમાં લગ્ન કરી રહ્યા છે. રકુલ અને જેકી 22 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરી રહ્યા છે.