રવિના ટંડન મનીષ પોલની હરકતો પર ભડકી..!!!

0
2042

સલમાન ખાનનાં પ્રોડક્શનમાં બનેલો શો નચ બલિયે 9 ડાન્સ સિવાય વિવાદો માટે પણ જાણીતો છે. અવાર નવાર કંઈક ને કંઈક વિવાદો તેના સેટ પર થતાં રહે છે. હવે એક નવી ખબર સામે આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે શોની જજ રવિના ટંડન અને હોસ્ટ મનીષ પોલ વચ્ચે ડખો થઈ ગયો છે અને આ વખતે ઝઘડાએ ખુબ મોટું રૂપ ધારણ કરી લીધું છે. રવિનાને એટલો ગુસ્સો આવ્યો કે તેણે શો છોડી દીધો અને માઈકનો ઘા કરી ચાલી ગઈ. ખબર એવી પણ મળી રહી છે કે થોડીવાર શુટિંગ રોકવું પડ્યું હતું.

એક વેબસાઈટ પ્રમાણે વાત કરીએ તો રવિનાના કાનમાં ઈયરફોન લગાવેલા હતા કે જેમાં તેણે બેક સ્ટેજથી માહિતી આપવામાં આવતી હોય છે. ત્યારે જ મનીષ પોલે કંઈક એવી હરકત કરી કે રવિનાને ગુસ્સો આવી ગયો. રવિનાને લાગ્યું કે મનીષ મને ગુસ્સે કરવા માટે આવી હરકતો કરે છે. કેમેરો બંધ થતા જ રવિનાએ મનીષને કહ્યું કે આવી હરકતો ન કરે. ખાસ કરીને જ્યારે કામ શરૂ હોય ત્યારે તો ના જ કરે. તો મનીષે જવાબ આપ્યો કે હું તો મારૂ કામ કરું છું. મનીષની આ જ વાત પર રવિનાને ગુસ્સો આવ્યો અને એ ભડકી. તેણે પોતાનું માઈક ફેંકી દીધું અને સેટ છોડીને જતી રહી. તો મનીષ થોડી વાર ત્યા સેટ પર ઉભો રહ્યો અને થોડી વાર પછી એ પણ જતો રહ્યો. ત્યારબાદ પ્રોડક્શન હાઉસે બંન્નેને મનાવીને શો ફરીથી શરૂ કરવાની કોશિસ કરી અને એક કલાક બાદ શોનું શુંટિગ શરૂ કર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here