રવિવારે જનતા કર્ફ્યુ હોવાથી રાજ્યભર ની બસો બંધ રહેશે 

0
1177

નોવેલ કોરોના વાયરસના સન્ક્ર્મણથી નિયઁત્રણમાં લેવાના થતા નિવારાત્મક પગલાંઓ સન્દર્ભે ભારત સરકારશ્રીએ જાહેર હિતમાં તા 22 માર્ચના રોજ સવારે 7 થી રાત્રે 9 સુધી જનતા કર્ફ્યુ રાખવાનો નિર્ણય કરેલ છે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભારત સરકારશ્રીના આ નિર્ણયના સમર્થનમાં તેમજ જાહેર જનતાના હિતોને ધ્યાને લઇ નિગમ દ્વારા સઁચાલીત થતી તમામ પ્રકારની પરિવહન સેવાઓ તા 22 માર્ચ ના રોજ સવારે 7 થી રાત્રીના 9 સુધી સ્થગિત કરવાનો નિર્ણય કરેલ છે.આ ઉપરાંત જે મુસાફરોએ તા 22 માર્ચના રોજની મુસાફરી માટે ઓનલાઇન ટિકિટ બુક કરાવેલ છે તે તમામ મુસાફરોને 100 ટકા રીફન્ડ આપવાનો નિર્ણય કરેલ છે 

#jantakarfyu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here