
આવતીકાલે રવિવાર 9 જુન ભારત અને પાકિસ્તાન બંને દેશ માટે ખાસ બનવા જઇ રહી છે. જ્યા એક તરફ ભારતમાં નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન પદની શપથ લેશે તો બીજી તરફ અમેરિકામાં T20 World Cup 2024 ની 19મી મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. ભારત અને પાકિસ્તાનની ટીમો જ્યારે પણ સામ સામે આવી છે ત્યારે ત્યારે રોમાંચ તેની ચરમસીમા સુધી પહોંચ્યો છે. આ બંને ભારત માટે ખૂબ જ ખાસ છે.