એનએ થયેલા પ્લોટ પર મિલકતવેરો વસૂલવા અંગે આજે નીર્ણય લેવાશે

0
112

કોર્પોરેશનની સામાન્ય સભા આજે બપોરે સાડા બાર વાગ્યાના સુમારે મળશે. જેમાં 10 જેટલા મુદ્દાઓ પર ચર્ચાઓના અંતે મંજૂરીની મહોર મારવામાં આવશે. જેમાં શહેરમાં જંત્રીના દર આધારે મિલકતવેરા બિલમાં લોકેશન કોડ (એફ-1) નક્કી કરવા કમિશનર તરફથી આવેલી ભલામણને મંજૂરી અપાશે.

કોર્પોરેશન વિસ્તારમાં એન. એ. થયેલા પ્લોટો ઉપર મિલકતવેરો લેવા તથા બંધ રહેતાં પ્રોપર્ટીના વેરામાં લાભ આપવા અંગે કમિશનર તરફથી આવેલી ભલામણ અંગે નિર્ણય લેવાશે. એટલે શહેરના વિસ્તારમાં અતિ સમૃદ્ધ, સમૃદ્ધ, મધ્યમ અને સ્લમ વિસ્તાર પ્રમાણે મિલકત વેરાના દરમાં વધારો-ઘટાડો થતો હોય છે.

કોર્પોરેશનના નવા વિસ્તારમાં આવેલા સમૃદ્ધ વિસ્તારોમાં અગાઉ ગ્રામ પંચાયતો હતો ત્યારે હવે મનપા વિસ્તારમાં આવેલા આ વિસ્તારોની વેરો વધશે તે નક્કી છે. બાગાયત શાખાના મહેકમમાં સુધારો કરવા, આઈસીડીએસ શાખાના મહેકમનું માળખું મંજૂર કરવા તથા નોટીફાઈડ એરિયાના કુલ 173 કર્મચારી-અધિકારીઓને પેન્શન તથા અન્ય લાભો ચુકવવા અંગે આજે સામાન્ય સભા મંજૂરી આપશે. કોર્પોરેશન દ્વારા રંગમંચ-લગ્નવાડી ભાડામાં બીપીએલ કાર્ડ ધારકોને 10 ટકા રાહત તથા બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ અનુલક્ષીને કાર્યક્રમ કરવા ઈચ્છતા લોકોને વિનામૂલ્યે ફાળવવા અંગે નિર્ણય લેવાયો હતો, સ્થાયી સમિતિની મંજૂરી બાદ આજે સામાન્ય સભામાં તેના પર મંજૂરીની મહોર લાગશે. બીજી તરફ ટીપી-13 (વાવોલ)ને જીટીપીયુડી એક્ટ 1976ની જોગવાઈ અંતર્ગત વેરીડ કરવા અંગે નિર્ણય લેવાશે.