રશિયાના પ્રેસિડન્ટ પુતિનની કાર પર હુમલો થયો….

0
328

રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની કાર પર તાજેતરમાં હુમલો થયો હતો. યુક્રેનના યુદ્ધ વચ્ચે એ કદાચ તેમની હત્યાનો પ્રયાસ હોઈ શકે છે. તેમની કારના આગળના ડાબા વ્હીલમાં મોટા અવાજ સાથે ટક્કર થઈ હતી અને એના પછી ખૂબ ધુમાડો નીકળ્યો હતો. જનરલ એસવીઆર ટેલિગ્રામ ચૅનલ અનુસાર આ હુમલામાં પુતિનને કોઈ ઈજા થઈ નહોતી. જોકે તેમની સુરક્ષા ટીમમાંથી અનેક જણની ધરપકડ થઈ છે. એટલું જ નહીં, તેમના કેટલાક બોડીગાર્ડ ગાયબ થઈ ગયા છે. જનરલ એસવીઆર એક રશિયન ટેલિગ્રામ ચૅનલ છે કે જેના પર નિયમિત રીતે પુતિન અને રશિયન સરકાર વિશેની સીક્રેટ માહિતી પોસ્ટ કરાય છે. જનરલ એસવીઆરના દાવા પ્રત્યે કેટલાકે આશંકા વ્યક્ત કરી છે, જ્યારે કેટલાક કહે છે કે આ ચૅનલ રશિયામાંં ખરેખર શું ચાલી રહ્યું છે એની માહિતી આપે છે.