રાજકોટના એરપોર્ટ માં ભ્રષ્ટાચારની પોલ ખુલી….

0
314

રાજકોટ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ફરી ચર્ચામાં છે કારણ કે નવનિર્મિત એરપોર્ટની દિવાલ વરસાદમાં થઈ ધરાશાયી થઇ ગઇ છે. નવાઇની વાત એ છે કે 1 વર્ષ પહેલાં જ નિર્માણ પામેલી આ 15 ફૂટની દીવાલ ધરાશાયી થઇ છે.આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કેનોપી બાદ દીવાલ ઘરાશાયી થઈ જતા ભ્રષ્ટાચાર આંખે ઉડીને વળગે તેવો દેખાઈ રહ્યો છે. 15 ફૂટ ઊંચી દીવાલ વરસાદમાં જમીનદોસ્ત થતાં એરપોર્ટ ઓથોરિટીની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.થોડા સમય અગાઉ ભારે વરસાદમાં રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કેનોપી તૂટી ગઈ હતી. જ્યારે હવે મોડી રાત્રે રન-વેની બોર્ડર પરની 15 ફૂટની દીવાલ ધરાશાયી થઈ જતાં લોકોમાં જીવ બચાવવા નાસભાગ મચી જવા પામી છે. એક વર્ષ અગાઉ એટલે કે 27 જુલાઈ, 2023ના રોજ બનેલા હીરાસર એરપોર્ટના નિર્માણમાં કેટલો બધો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હશે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. દીવાલ ધરાશાયી થઈ જતાં લોકોને વરસાદ વચ્ચે જીવ બચાવવની મુસીબત ઊભી થઈ ગઈ હતી. કોઈ જાનહાનિ થઈ નથી તેથી તંત્ર કદાચ નિશ્ચિંત થયું છે, પણ પ્રજા નહીં.