રાજકોટના લોકમેળા માટે તંત્ર દ્વારા વ્યવસ્થા ની જાહેરાત ….

0
133

રાજકોટ ના લોકમેળા ને લઈને તંત્રે વ્યવસ્થા જાહેર કરી. આ વ્યવસ્થા મુજબ લોકોમેળામાં કુલ 235 સ્ટોલ રાખવામાં આવશે. તંત્રએ જાહેર કરેલ વ્યવસ્થા મુજબ રમકડા, ખાણીપીણી, મોટી રાઈડસને કાયદાકીય ધારાધોરણ મુજબ સ્ટોલ માટે મંજૂરી આપવામાં આવી છે. આ મેળામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી છે. રાજકોટના લોકપ્રિય મેળામાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી 1266 પોલીસ જવાનોની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ જવાનો ઉપરાંત પ્રાઈવેટ સિક્યોરીટી સાથે વોચ ટાવરની પણ વ્યવસ્થા કરવામાં આવી.લોક મેળામાં આકસ્મક બનાવ બને અને કોઈને તાત્કાલિક મદદ મળી રહે માટે એમ્બુલન્સની સુવિધાનું પણ ધ્યાન રખાયું છે. મેળામાં સંભવિત દુર્ઘટનાને પગલે 5 એમ્બ્યુલન્સ, 5 ફાયર ફાઈટર સ્ટેન્ડ બાય રખાશે. સુરક્ષાના ભાગરૂપે લોકમેળામાં મોડી રાત્રે એન્ટ્રી બંધ કરવામાં આવશે.રાજકોટ માં દર વર્ષે શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી તહેવાર પર મેળો યોજાય છે. આ મેળાને લોકમેળો કે શ્રાવણી મેળો કે રસરંગ મેળો પણ કહેવાય છે. ગત વર્ષે જન્માષ્ટમી તહેવાર પર મેળામાં લોકોએ રેકોર્ડ તોડ્યો હતો. લોકમેળાના પ્રથમ દિવસે અડધો લાખ લોકો આવ્યા હતા. બીજા દિવસે સવા લાખ લોકો આવ્યા હતા અને ત્રીજા દિવસે ત્રણ લાખથી પણ વધુ લોકોએ મેળાની મજા માણી હતી. લોકોમેળામાં વધતી ભીડને લઈને મેળામાં એક દિવસનો વધારો કરાયો હતો એટલે કે શનિવારને પૂર્ણ કરવાના બદલે રવિવારે પૂર્ણ કરવામાં આવ્યો હતો.