ગુજરાત રાજ્યના 77 IASની સામૂહિક બદલી

0
599

ગુજરાત સરકારે શનિવાર વહીવટી તંત્રમાં બદલીનો ગંજીપો ચીપ્યો છે, જેમાં 77 સનદી અધિકારીઓની સામૂહિક બદલી કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગનાં પ્રિન્સિપલ સેક્રેટરી અંજુ શર્મા, ST નિગમના MD એસ જે હૈદર ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર અમદાવાદ જિલ્લાના DDO અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ત્રણ નાયબ મ્યુનિ. કમિશનરની બદલી કરાઈ છે. રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ કમિશનના ડિરેકટર તરીકે નિમણૂક અપાઈ છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા જિલ્લા કલેકટર તરીકે બદલી કરાઈ. સુરત કલેકટર ધવલ પટેલની ગુડાના CEO તરીકે બદલી કરવામા આવી છે.

સનદી અધિકારી અંજુ શર્માને શિક્ષણમાંથી રોજગાર વિભાગમાં ફરજ સોંપવામાં આવી છે, જ્યારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના મેનેજિંગ ડિરેક્ટર એસ જે હૈદરને શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. રોજગાર વિભાગના સચિવ હર્ષદ પટેલની પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં વાઈસ-ચેરમેન તરીકેની જવાબદારી સોંપાઈ છે. એ ઉપરાંત રાજકોટ કલેક્ટર તરીકે અરુણ મહેશ બાબુ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી તરીકે દેવ ચૌધરી અને ડેપ્યુટી મ્યુનિસિપલ તરીકે આશિષ કુમારની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે મ્યુનિસિપલ પ્રાદેશિક કમિશનર તરીકે વરુણ કુમાર બરણવાલ અને PGVCLના MD તરીકે ધીમંતકુમાર વ્યાસની નિમણૂક કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here