રાજ્ય સરકારે 20મી એપ્રિલથી ઉદ્યોગોને શરતી છૂટ આપવાની સાથે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં પણ કામકાજ રાબેતા મુજબ શરૂ કરવાની સૂચના આપી છે. જોકે રાજ્યના જે કોરોના સંક્રમિત વિસ્તાર, હોટ સ્પોટ, ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે તેવા વિસ્તારોમાં રહેતા સરકારી કર્મચારીઓને ફરજ ઉપર બોલાવવાના રહેશે નહીં.તમામ સરકારી કર્મચારીઓમાં વર્ગ-1 અને 2ના તમામ અધિકારીઓ ફરજ બજાવશે. જ્યારે વર્ગ-3 અને 4ના 33 ટકા કર્મચારીઓને રોટેશન મુજબ ફરજ ઉપર બોલાવવાના રહેશે. તેમજ અરજદારો અને મુલાકાતીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ રહેશે.