રાજ્યની તમામ RTO કચેરી રવિવારે પણ ચાલુ રહેશે

0
1550

રાજ્ય સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમો લાગુ કરાયા પછી હાલ RTO કચેરીના કામકાજમાં વધારો થઈ ગયો છે. નાગરિકોને RTO સંબંધિત કાર્યોમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રાજ્યની તમામ RTO કચેરીઓને રવિવારના દિવસે પણ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ નવા ટુ વ્હીલરની ખરીદી સાથે ફરજિયાત હેલ્મેટ આપવા અંગેનો પરિપત્ર પણ સરકારે બહાર પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હિકલ એક્ટની જોગવાઈઓમાં સુધારો કરીને ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડની રકમમાં 10 ગણો વધારો કરાયો છે. 1 સપ્ટેમ્બરથી દેશભરમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થઈ ગયા છે. જોકે, ગુજરાત સરકારે પ્રજાની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર દ્વારા લાગુ કરાયેલા દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here