રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 7410 થઇ, 449ના મૃત્યુ

0
132

રાજ્યમાં 24 કલાકમાં 390 નવા કેસ નોંધાયા છે. જ્યારે 24 દર્દીના મૃત્યુ થયા છે. તો 163 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, નવા નોંધાયેલા 390 કેસોમાં અમદાવાદમાં 269 જ્યારે સુરત અને વડોદરામાં 25-25 કેસ તો અરવલ્લીમાં 20 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 7410 થઇ છે. જ્યારે મૃત્યુઆંક 449એ પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1892 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here