રાજ્યમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 25,658 કેસ નોંધાયા

0
141

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ નોંધાયા છે જ્યારે 31 દર્દીના મોત થયા છે અને 389 દર્દી સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 25,658 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1592 થયો છે. જ્યારે 17829 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્યમાં જિલ્લા મુજબ નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 317, સુરતમાં 82, વડોદરામાં 43, ગાંધીનગરમાં 11, ભરૂચમાં 9, જામનગરમાં 7, આણંદમાં 6, અરવલ્લીમાં 5, પાટણમાં 5, ભાવનગરમાં 4, બનાસકાંઠામાં 3, નવસારીમાં 3, સાબરકાંઠા, પંચમહાલ, અન્ય રાજ્ય અને અમરેલીમાં 2-2 જ્યારે રાજકોટ, ખેડા, બોટાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, નર્મદા,મોરબીમાં 1-1 નવા કેસ નોંધાયા છે. તેમજ અમદાવાદમાં 22, સુરતમાં 6, પાટણ, ગાંધીનગર અને છોટાઉદેપુરમાં 1-1 દર્દીના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here