રાજ્યમાં કોરોનાના કુલ દર્દી 766 થઈ ગયા : 34 મોત

0
140

રાજ્યમાં કોરોના સતત પ્રસરી રહ્યો છે. આજે દિવસ દરમિયાન કોરોનાના વધુ 71 પોઝિટિવ કેસો સામે આવ્યા છે, જેમાંથી 46 કેસ તો એકલા અમદાવાદમાં જ નોંધાયા છે. તેમજ 5 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 116 કેસ નોંધાયા છે અને ત્રણ લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દી 782 થઈ ગયા છે.
કોરોના વાઈરસની પ્રવર્તમાન સ્થિતિમાં હાલ લોકડાઉન-2 ચાલી રહ્યું છે. જેને પગલે મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજાઈ હતી. આ કેબિનેટ બેઠક કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન્સ અન્વયે રાજ્યના ઉદ્યોગો, બાંધકામ અને આર્થિક ગતિવિધિઓમાં છૂટછાટ આપવા માટેના માસ્ટર પ્લાનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ પ્લાનની આવતીકાલે (16 એપ્રિલ)જાહેરાત કરવામાં આવશે.

ઈમરાન ખેડાવાલા સાથે ગઈકાલે થયેલી મિટિંગ અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે CM વિજય રૂપાણી પોતાના ગાંધીનગર સ્થિતિ મુખ્યમંત્રી આવાસ બંગલા નંબર 26માં સેલ્ફ આઈસોલેટ થયા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના ધારાસભ્યો ઇમરાનભાઇ ખેડાવાલા, ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમના ખબરઅંતર લીધા છે. ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર બે આઇસોલેશનમાં છે ત્યારે તેઓ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here