રાજ્યમાં કોરોનાના કુલ13,273 કેસ, મૃત્યુઆંક 802

0
777

રાજ્યમાં 10 દિવસમાં કોરોનાના કુલ 4,368 કેસ નોંધાયા છે જે ગુરુવાર સુધીમાં નોંધાયેલાં 12,910 કેસના ત્રીજા ભાગના થવા જાય છે. જ્યારે ડબલિંગ રેટ જોઇએ તો અગાઉ છ મેના રોજ 6,625 કેસ નોંધાયા હતા તેથી ડબલિંગ રેટ લગભગ પંદરથી સોળ દિવસનો થયો છે જે સ્થિતિ ધીરે-ધીરે સુધરી રહી હોવાનો સંકેત આપે છે. દસ દિવસમાં નોંધાયેલાં 4,368 પૈકી માત્ર અમદાવાદમાં જ 3,363 કેસ નોંધાયા છે જ્યારે 1,005 કેસ ગુજરાતના બાકીના શહેરો અને વિસ્તારોમાં નોંધાયા છે. અમદાવાદમાં 233, સુરતમાં 34, વડોદરામાં 24, મહેસાણામાં 13, બનાસકાંઠામાં 11, મહીસાગરમાં 9, અરવલ્લીમાં 7, ગીર-સોમનાથમાં 6, ગાંધીનગરમાં 5, કચ્છમાં 4, જામનગર, સાબરકાંઠા અને દાહોદમાં 3-3, નર્મદા અને જૂનાગઢમાં 2-2, પંચમહાલ, ખેડા, પાટણમાં 1-1 જ્યારે અન્ય રાજ્યમાં 3 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 166152 ટેસ્ટ કરાયા. જેમાંથી 153242 નેગેટિવ જ્યારે 12910 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ 12910 પોઝિટિવ ટેસ્ટમાંથી 52 વેન્ટિલેટર પર અને 6597ની હાલત સ્થિર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here