રાજ્યમાં કોરોના બેકાબૂ, 21,554 કેસ અને 1,347 મૃત્યુ

0
88

રાજ્યમાં છેલ્લા એક મહિનાથી કોરોના બેકાબૂ બની ગયો છે. દરરોજ 300થી વધુ કેસ તેમજ 30થી વધુ લોકોના મોત થાય છે. ત્યારે હવે ડિસ્ચાર્જની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. અત્યારસુધીમાં કુલ 21,554 કેસમાંથી 14,743 દર્દી ડિસ્ચાર્જ થયા છે. ગઈકાલે રાજ્યમાં 24 કલાકમાં 510 નવા કેસ તેમજ 34ના મોત નોંધાયા છે, જ્યારે 370 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 343, સુરતમાં 73, વડોદરામાં 35, ભાવનગરમાં 8, ખેડામાં 6, રાજકોટમાં 5, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ, સુરેન્દ્રનગરમાં 4-4, ગાંધીનગર, કચ્છ, જામનગર, ભરૂચ, જૂનાગઢ, પોરબંદર, મોરબીમાં 2-2, પંચમહાલ, પાટણ, છોટાઉદેપુરમાં 1-1 અને અન્ય રાજ્યમાં 3 કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here