રાજ્યમાં ચારેય ઝોનમાં 100 ટકાથી વધારે વરસાદ

0
1310

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું અતિવૃષ્ટિની સ્થિતિ તરફ આગળ વધી રહી છે.સૌરાષ્ટ્રના ભાણવડમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં ચારેય ઝોનમાં 100 ટકાથી વધારે વરસાદ છે. જ્યારે અલગથી કચ્છ ઝોનમાં 172 ટકા વરસાદ ખાબક્યો છે અને હજુ જિલ્લામાં વરસાદી માહોલ છે. ગઈકાલે રાત્રે ઉત્તર ગુજરાતમાં સાબેલાધાર વરસાદ પડ્યો હતો. અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્યગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલી ખાતે વરસાદ પડશે. જ્યારે 2 ઓક્ટોબરે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ. અમરેલી અને ભાવનગરમાં વરસાદ થશે. 3 ઓક્ટોબરે દક્ષિણ, દમણ અને દાદરાનગર હવેલ તથા ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લીમાં વરસાદ થશે ઉપરાંત અમરેલી અને ભાવનગરમાં વરસાદ થશે અન્યત્ર વરસાદની સંભાવના નથી. 4 ઓક્ટોબરે પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને વડોદરામાં વરસાદ થશે બાકીના વિસ્તારોમાં વરસાદની સંભાવના નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here