રાજ્યમાં બે દિવસ કાળઝાળ ગરમી બાદ આવશે વાતાવરણમાં પલટો

0
445

રાજ્યમાં  ગરમીના  ઉતાર ચઢાવ વચ્ચે ફરીથી પારો વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં બુધવાર સુધી ગરમી 44 ડિગ્રીને પાર થવાની છે. આગાહી પ્રમાણે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ  જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી  પણ કરવામાં આવી છે. આમ અમદાવાદમાં આગામી ચાર દિવસમાં ગરમીનો વધુ એક રાઉન્ડ અનુભવાશે. આગામી દિવસોમાં ફરીથી વાતાવરણમાં પલટો આવી શકે છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. આ માવઠાની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here