રાજ્યમાં સંક્રમણના કુલ 22,067 કેસો નોંધાયા

0
119

રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અપડેટ આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 513 કેસ નોંધાયા છે. જ્યારે 38 દર્દીના મોત થયા છે તો 366 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યારસુધીમાં રાજ્યમાં સંક્રમણના કુલ 22,067 કેસો નોંધાયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1385 પહોંચ્યો છે. આ સાથે જ અત્યારસુધીમાં કુલ 15,113 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 330, સુરતમાં 86, વડોદરામાં 39, ગાંધીનગરમાં 11, ભરૂચમાં 7, મહેસાણા અને આણંદમાં 5-5, ભાવનગર, જામનગર અને જુનાગઢમાં 3-3, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ, ખેડા, દાહોદમાં 2-2, પંચમહાલ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર અને નર્મદામાં 1-1 અને અન્ય રાજ્યમાં 2 કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here