રાજ્યમાં સીઝનનો 100 ટકા વરસાદ થઈ ગયો

0
493

ત્રણ દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વધુ એક વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 32 જિલ્લાના 176 તાલુકામાં વરસાદ નોંધાયો છે.આમ રાજ્યમાં સીઝનનો 100 ટકા વરસાદ થઈ ગયો છે. જિલ્લાની વાત કરીએ તો સીઝન દરમિયાન સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લામાં 1421 મિ.મી. એટલે કે 56 ઈંચથી વધુ વરસાદ સાથે 140 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે મહિસાગર જિલ્લામાં સૌથી ઓછો 507 મિ.મી એટલે કે 20 ઈંચ વરસાદ સાથે સીઝનનો 67.68 ટકા વરસાદ પડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here