રાષ્ટ્રસેવાનું દાયિત્વ મને વડોદરાના નવનાથ અને કાશી વિશ્વનાથના આશીર્વાદથી મળ્યુ છે : નરેન્દ્ર મોદી

0
391

વડોદરાના સાથે સંસ્મરણો વાગોળતા ભાવુક થયેલા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ નગર પ્રેરણાનું નગર છે. સ્વામિ વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, વિનોબા ભાવે અને બાબા સાહેબ આંબેડકર જેવા મહાપુરુષોને આ શહેરે પ્રેરિત કર્યા છે. સ્વામિ વિવેકાનંદ સાથે સંકળાયેલું સ્મારક દિલારામ બંગલો રામકૃષ્ણ મિશનને અર્પણ કરવાનું સૌભાગ્ય મને મળ્યું હતું. રાષ્ટ્રસેવાનું દાયિત્વ પણ મને વડોદરાના નવનાથ અને કાશી વિશ્વનાથના આશીર્વાદથી મળ્યું છે.

મોદીએ ખુલ્લી જીપમાં બેસી ૧.૨૫ કિમી ફરી અભિવાદન ઝીલ્યું
અભેધ સુરક્ષા કવચ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લેપ્રસી મેદાનમાં પાંચ જિલ્લામાંથી આવનારા લોકોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન આ સભામાં ૨૧ હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનાં લોકાર્પણ-ખાતમુર્હૂત કર્યા હતા. એ પૂર્વે ડોમમાં જ ખુલ્લી જીપમાં બેસીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાનના આગમનના થોડા સમય બાદ વરસાદ પડ્યો હતો. જો કે, જર્મન ડોમ ઉભા કરવામાં આવ્યા હોવાથી સભા સ્થળે વરસાદ નડ્યો ન હતો. ​​​​​​​

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here