રુબીના દિલૈકે બતાવી ટ્વિન્સ દીકરીઓની ઝલક….

0
218

રુબીના દિલૈકે આખરે પોતાના ટ્વિન્સ બાળકોની પહેલી ઝલક ચાહકોને બતાવી દીધી છે. એક્ટ્રેસની નન્હી પરીઓ આજે 1 મહિનાની થઈ ગઈ છે.આ ખાસ અવસરે રુબીનાએ પોતાની દીકરીઓના નામ પણ રિવીલ કરી દીધા છે.36 વર્ષની રૂબીનાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની પુત્રીઓ સાથેની તસવીરો શેર કરી છે. પ્રથમ ફોટામાં તે તેના પતિ અભિનવ શુક્લા અને જોડિયા પુત્રીઓ સાથે જોવા મળી રહી છે. રૂબીનાના ખોળામાં એક પુત્રી છે, જ્યારે બીજી પુત્રી તેના પતિ અભિનવ શુક્લાના ખોળામાં છે. માતા-પિતા બનવાનો આનંદ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે.તેણે હજુ સુધી તેના જોડિયા બાળકોનો ચહેરો જાહેર કર્યો નથી. સ્પેશિયલ પોસ્ટ શેર કરતી વખતે રૂબીનાએ કેપ્શનમાં લખ્યું- એ જણાવતા ખૂબ જ ખુશી અને રોમાંચક છે કે અમારી દીકરીઓ જીવા અને એધા આજે 1 મહિનાની થઈ ગઈ છે. અમારી એન્જલ્સ માટે પ્રાર્થના કરો અને શુભેચ્છાઓ આપો.