કોરોના ના સબ વેરિયન્ટ JN.1ના સૌથી વધુ કેસ ગુજરાતમાં..

0
80

ગુજરાત સહિત સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાઈરસનો સબ વેરિયન્ટ JN.1 હાહાકાર મચાવી રહ્યો છે. આ નવો વેરિયન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં સમગ્ર દેશમાં JN.1ના સૌથી વધુ 36 કેસ એકલા ગુજરાતમાંથી જ સામે આવ્યા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, આજ સુધીમાં સમગ્ર દેશમાં કોરોનાના સબ વેરિયન્ટ JN.1ના 109 કેસ સામે આવી ચૂક્યાં છે. જેમાં 36 કેસ સાથે ગુજરાત પ્રથમ ક્રમે છે. આ સિવાય 34 કેસ સાથે કર્ણાટક બીજા ક્રમે છે. આ ઉપરાંત ગોવામાં JN.1 સબ વેરિયન્ટના 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6 તેમજ રાજસ્થાન અને તમિલનાડુમાં 4-4 અને તેલંગાણામાં 2 કેસ સામે આવ્યા છે.જણાવી દઈએ કે, દેશમાં સબ વેરિયન્ટ JN.1નો પ્રથમ કેસ 8 ડિસેમ્બરે કેરળમાં નોંધાયો હતો. જેમાં તિરુવનંતપુરમ જિલ્લાના કારાકુલમની એક 79 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી હતી. જેમાં રાજ્યોને કોરોના ઈન્ફેક્શનના ટ્રાન્સમિશનને રોકવાની વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી હતી.

આ સાથે જ અન્ય બીમારીઓથી પીડિત લોકોને વધારે સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ રાજ્યોને વધુમાં વધુ RT-PCR ટેસ્ટ સહિત અન્ય જરૂરી વ્યવસ્થા કરવાની સલાહ આપવામાં આવી હતી. આ ઉપરાંત જીનોમ સિક્વન્સિંગ માટે સંક્રમિત દર્દીઓના સેમ્પલ લેબમાં મોકલવાનું કહેવામાં આવ્યું હતુ.