“અયોધ્યા ધામ” તરીકે ઓળખાશે અયોધ્યા નું રેલવે સ્ટેશન…

0
95

અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે. ત્યારે હવે રામનગરીના અયોધ્યા રેલવે સ્ટેશનને લઈ મોટા સમાચાર આવ્યા છે. રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું છે. હવે અયોધ્યામાં રેલવે સ્ટેશન ‘અયોધ્યા ધામ’ તરીકે ઓળખાશે.

માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બે દિવસ પહેલા નિરીક્ષણ દરમિયાન ‘અયોધ્યા ધામ’ સ્ટેશન નામ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યાર પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભગવાન શ્રીરામની નગરીની ગરિમાને ધ્યાનમાં રાખીને રેલવે એ અયોધ્યા જંકશનનું વિસ્તરણ કર્યું છે. ઐતિસાહિક રામમંદિરના નિર્માણને લઈ રામનગરીમાં ભક્તોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અયોધ્યા જંકશનની જૂની ઇમારતને નવો લુક આપવામાં આવ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે રેલવે સ્ટેશન બિલ્ડિંગને મંદિર તરીકે વિકસાવવામાં આવી છે. મુસાફરો માટે આધુનિક સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. લિફ્ટ અને એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે.