લાલ સિંહ ચઢ્ઢામાં આમિર ખાનનો લૂક ચાહકોને આવી રહ્યો છે પસંદ…

0
679

આમિર ખાને તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું નવું પોસ્ટર શેર કર્યું. જેમાં તેમનો ફિલ્મમાં લૂક જોવા મળે છે.

બોલીવુડના મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ આમિર ખાન લાલ સિંહ ચઢ્ઢાની તૈયારીમાં લાગ્યા છે. હાલમાં જ આમિર ખાનની ફિલ્મનું નવું પોસ્ટર રીલિઝ થયું છે.પોસ્ટરને ખુદ આમિર ખાને પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યું છે. જેમાં આમિર ખાન સરદારજીના લૂકમાં નજર આવી રહ્યા છે. આ પોસ્ટરને શેર કરતા આમિર ખાને લખ્યું, સત શ્રી અકાલ, મારું નામ લાલ…લાલ સિંહ ચઢ્ઢા. આમિર ખાનની આ અપકમિંગ ફિલ્મના પોસ્ટર પર તેના ચાહકો કમેન્ટ્સ કરી રહ્યા છે.

આમિર ખાન પાઘડી અને દાઢીમાં જબરદસ્ત લાગી રહ્યા છે. આમિર ખાનનો આ લૂક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. આમિર ખાનની ફિલ્મ આવતા વર્ષે રીલિઝ થઈ શકે છે. ફિલ્મમાં આમિરની સાથે કરીના કપૂર ખાન પણ છે. જેઓ બંને થ્રી ઈડિયટ્સમાં પણ સાથે જોવા મળ્યા હતા. મીડિયો રિપોર્ટ્સ પ્રમાણે આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા હોલીવુડ ફિલ્મ ટોમ હેંક્સની રિમેક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here