લાહોરથી કરાચી જતી ફ્લાઈટ ક્રેશ, 99 મુસાફરો હતા

0
89

પાકિસ્તાનમાં એક મોટો વિમાન દુર્ઘટના બની છે. લાહોરથી કરાચી જઈ રહેલી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટ ક્રેશ થઈ હતી. ડૉન ન્યૂઝ અનુસાર, A-320 વિમાનમાં 99 મુસાફરો સવાર હતા અને વિમાને લાહોરથી કરાચી માટે ઉડાન ભરી હતી. પીઆઈએના પ્રવક્તા અબ્દુલ સતારે વિમાન ક્રેશ થવાની ઘટનાની પુષ્ટી કરી છે.દુર્ઘટના સ્થળ પર ઘુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે. ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. બચાવ અધિકારીઓ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી રહ્યા છે. વિમાન દુર્ઘટનાના કારણે કરાચીની તમામ મોટી હોસ્પિટલોમાં ઈમરજન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here