લોકસભા ચૂંટણીની તૈયારીમાં ભાજપ, પ્રદેશ અધ્યક્ષ CR PATIL ની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

0
193

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે આ તમામ બેઠકો કેવી રીતે જીતી શકાય તે માટે ભાજપ પોતાની તૈયારીઓ કરી રહી છે. ત્યારે આજે આ અંતર્ગત ગાંધીનગરમાં અમદાવાદ ભાજપની બૃહદ કારોબારીની બેઠક યોજાઇ હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR Patil ની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં લોકસભાની ચૂંટણીને લગતા તમામ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.