વડોદરાથી સ્ટૅચ્યુ ઑફ યુનિટી સુધી યોજાઈ વિન્ટેજ કાર રૅલી

0
299

મધ્ય ગુજરાતમાં આવેલા વડોદરાના લક્ષ્મીવિલાસ પૅલેસથી સ્ટૅચ્યુ ઑફ યુનિટી સુધી વિન્ટેજ કાર રૅલી ગઈ કાલે યોજાઈ હતી. ડેમલર, નેપિયર, પેકાર્ડ વી ૧૨, બ્યુક સુપર, હમ્બર સહિતની ૭૫ વિન્ટેજ કાર જોઈને સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે સહેલાણીઓ દંગ રહી ગયા હતા. સ્ટૅચ્યુ ઑફ યુનિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા જોવાની સાથે સહેલાણીઓને ડબલ નજારો જોવા મળ્યો હતો. ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી ૨૧ ગન સૅલ્યુટ હેરિટેજ ઍન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા વિન્ટેજ કારની ગઈ કાલે ડ્રાઇવ યોજાઈ હતી. વડોદરાના લક્ષ્મીવિલાસ પૅલેસથી એકતાનગર સુધીનું ૯૦ કિલોમીટરનું અંતર કાપીને વિન્ટેજ કાર સ્ટૅચ્યુ ઑફ યુનિટી પહોંચી હતી. લિંકન કૉસ્મોપૉલિટન, રોલ્સ રોયસ, મર્સિડીઝ બેન્ઝ, બેન્ઝ મોટર વૅગન, સુપર વૅગન, ફોર્ડ એ રોડસ્ટાર સહિતની વિન્ટેજ કારનો રસાલો ૯૦ કિલોમીટરની સફર કરીને સ્ટૅચ્યુ ઑફ યુનિટી પહોંચ્યો હતો.