વડોદરાની સગીરા ગેંગરેપના નરાધમ બળાત્કારીઓની ઓળખ પરેડ કરાવાઈ

0
112

પીડિતાનો મોબાઇલ ફોન કબજે કરવા, જરૂરી ટેસ્ટ કરાવી સેમ્પલો મેળવવા, કોણે કોણે આશ્રય આપ્યો? તેની તપાસ માટે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા,વડોદરામાં નવરાત્રિની જોરશોરથી ઉજવણી દરમિયાન ભાયલી વિસ્તારમાં બીજા નોરતે 16 વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કારની બનેલી ઘટનામાં 48 કલાકમાં જ ઝડપી પાડેલા મૂળ ઉત્તરપ્રદેશના અને વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા ત્રણ નરાધમ બળાત્કારીઓની પોલીસે ઓળખ પરેડ કરાવી હતી. મેજીસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ કરાવ્યા બાદ અદાલતમાં રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલની દલીલો બાદ અદાલતે આગામી તારીખ 10મી ઓક્ટોબરે બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. એકતાનગરમાં રહેતા બે બળાત્કારીઓના નિવાસસ્થાનની કાયદેસરતા બાબતે મનપાના ટાઉનપ્લાનિંગ વિભાગ દ્વારા નોટિસ પાઠવી દેવામાં આવી છે. જેમાં ત્રણ દિવસની મુદ્દત અપાઈ છે. ડેપ્યુટી ટીડીઓ દેવમુરારીએ જણાવ્યું હતુ.વડોદરાના ભાયલી ગામ અને ભાયલી ફાટકની વચ્ચેના ટીપી વિસ્તારમાં 4 ઓક્ટોબરે રાત્રે ત્રણ ઇસમોએ સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. રાત્રે 11.30થી 11.45 વાગ્યાની આસપાસ બાઈક પર ધસી આવેલા પાંચ યુવાનોએ પૈકીના ત્રણ નરાધમોએ સગીરાના મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચાર્ય બાદ મોબાઇલની લૂંટ કરીને ભાગી ગયા હતા.આ મામલે વડોદરા તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. જો કે, આ બહુચર્ચીત ગુનાની તપાસમાં વડોદરા શહેરની ટીમ પણ જોડાઇ હતી. આ દરમિયાન ઘટનાના 48 કલાકમાં જ વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે બળાત્કારીઓ ને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત તેમની સાથેના અન્ય બે ને પણ પકડી પાડ્યા હતા. બનાવ જિલ્લા પોલીસની હદમાં થયેલો હોવાથી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપ્યા હતા.
નવરાત્રિ દરમિયાન સગીરા પર સામૂહિક બળાત્કારના મામલામાં ઝડપાયેલા ત્રણ વિધર્મી નરાધમોને રિમાન્ડ માટે વડોદરાની અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ તબક્કે અદાલતની બહાર એકઠી થયેલી ભીડનો આક્રોશ જોઇને ફફડી ઉઠેલા વિધર્મી નરાધમ પૈકીના એક આરોપીએ અદાલતમાં ઉભો થઇને કાકલૂદી કરી હતી કે, સાહેબ, હમકો જેલમેં ભેજ દો