વલસાડની ફાર્મા કંપનીમાં મોડી રાતે બ્લાસ્ટ, ત્રણ કામદારોના મોત

0
239

વલસાડના સરીગામ જીઆઇડીસીની એક કંપનીમાં બ્લાસ્ટ થતા ત્રણ કામદારોના મોત નિપજ્યા છે. વલસાડની બેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા ઇન્ડિયા નામની કંપનીમાં મોડી રાતે બ્લાસ્ટ થયો હતો. પ્રચંડ બ્લાસ્ટથી કંપનીમાં આગ લાગી હતી, જેથી અફરાતફરીનો માહોલ છવાયો હતો. બ્લાસ્ટથી કંપનીનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં 3 કામદારોના મોત નિપજ્યા છે. તો 2 કામદાર ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

વલસાડના ઉમરગામ તાલુકામાં આવેલી સરીગામ કેમિકલ ઝોન GIDCમાં વેન પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં મધ્યરાત્રીએ અચાનક આગ લાગી હતી. આગ લાગતા બ્લાસ્ટ થયો હતો. કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતા કંપનીનો શેડ ધરાશાયી થયો હતો. જેમાં, 3 કામદારોના મોત થયા છે. જ્યારે અને બે કામદારોને ઈજા પહોંચી છે. આજુબાજુની કંપનીમાં અને કેમિકલ ઝોનમાં આવેલી તમામ કંપનીઓમાં બ્લાસ્ટની આસર જોવા મળી હતી.