વાયુ સેના સંગઠનના ગુજરાત શાખાના નિર્માણ દિવસની ઉજવણી કરાઇ…

0
385
????????????????????????????????????

વાયુ સેના સંગઠનની ગુજરાત શાખા દ્વારા 15 સપ્ટેમ્બર 2019ના રોજ વાર્ષિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એર માર્શલ એચ. એસ. અરોરા અતિ વિશિષ્ટ સેવા મેડલ એડીસી, એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એરકમાન્ડ ઉપરાંત AFWWA (પ્રાદેશિક)ના પ્રમુખ શ્રીમતિ બલજિત અરોરાએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ બેઠકનું આયોજન અને 15 સપ્ટેમ્બર 1980ના રોજ સ્થાપના થયેલા વાયુ સેના સંગઠનના વાર્ષિક દિનનો સંયોગ હોવાથી બંનેની સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસને ફ્લેગ ડે તરીકે ઉજવવામાં આવે છે.

આ પ્રસંગે, ગુજરાત શાખાના વાયુ સેના સંગઠનના એરમાર્શલ પી. કે. દેસાઇએ તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોની સમીક્ષા રજૂ કરી હતી. એરમાર્શલ એચ. એસ. અરોરાએ પોતાના સંબોધનમાં, વિવિધ યોજનાઓ દ્વારા એર વેટેરન્સ એટલે કે એર વિભાગના પીઢ લોકોના કલ્યાણની કામગીરીને પ્રોત્સાહન આપવાના દિશામાં કરેલી સક્રિય કામગીરીઓ બિરદાવી હતી. આ કામગીરીઓમાં એ.એફ.વી. રેસિડેન્સી ખાતે એરફોર્સ વેટેરન્સ એસોસિએશન દ્વારા 240 અફોર્ડેબલ આવાસના એકમોનું નિર્માણ, અર્ચના આરોગ્ય અને અર્ચના સિનિયર વેટેરન્સ હોમ નામથી મફત મેડિકલ કન્સલ્ટેશન ક્લિનિકની રચનાની કામગીરી પણ સામેલ છે. એર માર્શલ એચ.એસ. અરોરાએ હવઇદળ સંગઠનસ ગુજરાત શાખા દ્વારા વાયુ સેનાના ભૂતપૂર્વ યોદ્ધાઓ અને કુદરતી આપત્તિઓમાં શહીદ થનારાઓની વિધવાઓને આપવામાં આવતી સહાય, તેમના માટે યોગ્ય રોજગારીની તકો શોધવામાં મદદ, પીઢ કર્મચારીઓના પુનઃસ્થાપનમાં મદદ, મફત કાયદાકીય સહાય અને નાગરિકોમાં સંરક્ષણ સેવાઓ બાબતે જાગૃતિ ફેલાવવા અંગે કરવામાં આવતી કામગીરીની પણ પ્રશંસા કરી હતી. આ પ્રસંગે, એરમાર્શલ એચ.એસ. અરોરાએ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ તરફથી ગુજરાત શાખાના એર વેટેરન્સના કલ્યાણ અર્થે પ્રાપ્ત થયેલા ભંડોળનો ચેક એનાયત કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here