વાવાઝોડામાં કોઈ ભૂખ્યું નહીં રહે,લાખોની સંખ્યામાં ફૂડ પેકેટ કરાયા તૈયાર

0
243

ગુજરાતમાં 15 જૂને સાંજે 5 કલાકે વાવાઝોડું બિપરજોય ટકરાઈ શકે છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ખાસ કરીને જૂનાગઢ, કચ્છ, જામનગર, દ્વારકા, મોરબી અને રાજકોટમાં 50 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લોકોને સલામસ સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. આ દરમિયાન લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. તો અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટો તૈયાર કરવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં વાવાઝોડાના ખતરાને જોતા દરિયાકાંઠાના જિલ્લાઓ ખાસ કરીને સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં 50 હજાર જેટલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે. લોકોના જમવા તથા રહેવાની વ્યવસ્થા તંત્ર કરી રહ્યું છે. આ વચ્ચે રાજ્યની અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે. આ ધાર્મિક સંસ્થાઓ દ્વારા લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા વાવાઝોડાને ધ્યાનમાં રાખી રસોડું તૈયાર કરવામાં આવ્યું છે. અહીં ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જિલ્લા તંત્રની સૂચના મુજબ જ્યાં લોકોને જરૂર હશે ત્યાં ખોડલધામ દ્વારા ફૂડ પેકેટ પહોંચાડી દેવામાં આવશે. ખોડલધામના 700થી વદુ સ્વયંસેવકો ફરજ બનાજી રહ્યાં છે. ખોડલધામ દ્વારા રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, કચ્છ, ગીર સોમનાથ અને મોરબીમાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.

તો બોટાદમાં આવેલા સ્વામિનાયારણ સંપ્રદાયના મુક્ય તીર્થ ધામ ગઢડા ગોપીનાથજી મંદિરે પણ વાવાઝોડાને ધ્યાનમાં રાખી ભક્તોને મંદિરમાં દર્શન માટે ન આવવાની વિનંતી કરી છે. વાવાઝોડાના અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે મંદિર દ્વારા ફૂડ પેકેટ આપવામાં આવશે. મંદિર વ્યવસ્થા સમિતિ દ્વારા ફૂડ પેકેટની તૈયારી કરી લેવામાં આવી છે. જ્યાં લોકોને જરૂર હશે ત્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા ફૂડ પેકેટ પહોંચાડવામાં આવશે.