વાહન ચાલકો માટે રાહતના સમાચાર : મોટર વ્હીકલ એક્ટના નવા નિયમ મુદતમાં કરવામાં આવ્યો વધારો

0
1621

મોટર વ્હીકલ એક્ટના નવા નિયમને લઈ સરકારે વધુ એક સકારાત્મક નિર્ણય લીધો છે. સરકારે પીયુસી, હેલમેટ અંગે મહત્વનો નિર્ણય લઈ તેની સમય મર્યાદામાં વધારો કર્યો છે. નવા ટ્રાફિક નિયમોને લઈ રીક્ષા ચાલનોની કેટલીક માંગ મુદ્દે પણ સરકારે સકારાત્મક નિર્ણય લીધો છે.

આ મુદ્દે જાણકારી આપતા વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ સુનયના તોમરે જણાવ્યું કે, તહેવારો નજીક હોવાના કારણે પીયુસી અને હેલમેટની સમય મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. સાથે રીક્ષા ચાલકોની મોટાભાગની માંગ પણ સ્વીકારી લેવામાં આવી છે, અને તેમના માટે પણ સરકારે સકારાત્મક નિર્ણય લીધા છે.

તેમણે કહ્યું કે, રીક્ષા ચાલકોની માંગને લઈ સરકારે કેટલાક નિર્ણય લીધા છે. જેમાં, રીક્ષા ચાલકોને લાયસન્સ માટે કમ્પ્યુટર ટેસ્ટ આપવો પડે છે, જેમાં કેટલાકને કમ્પ્યુટરની માહિતી નથી હોતી તો તેમને હવે સરકાર ટ્રેનિંગ પણ આપશે. આ સિવાય બીજા માંગ તેમની એલએમવી લાયસન્સ આપવામાં આવે છે, અને ડ્રાઈવિંગ ટેસ્ટમાં ફોર વ્હીલર ગાડી ચલાવવા આપવામાં આવે છે તે હતી, તો આ મુદ્દે પણ સરકારે નિર્ણય લીધો છે કે, હવે રીક્ષા ચાલકો માટે રીક્ષાનો જ ડ્રાઈવ ટેસ્ટ લેવામાં આવશે.

આ સિવાય તેમની માંગ હતી કે, લાયસન્સ રીન્યુ માટે એક વર્ષના બદલે વદારે સમય આપવામાં આવે, પરંતુ આમાં કાયદાની જોગવાઈ હોવાથી તે શક્ય નથી. આ પ્રમાણે સરકારે રીક્ષા ચાલકોની તમામ માંગ પર સકારાત્મક અભિગમ દર્શાવી નિર્ણય લીધો છે.

આ સિવાય તેમણે કહ્યું કે, કોઈને પણ પીયુસી કઢાવવામાં મુશ્કેલી ન પડે તે માટે પીયુસી સેન્ટર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 900થી વધુ નવા પીયુસી સેન્ટર ખોલવાનો પણ સરકારે નિર્ણય લીધો છે. આ સાથે પીયુસી સેન્ટર ખોલવા માટે નીયમો પણ થોડા હળવા કરવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here