દિવાળીના તહેવારો હવે અંતિમ તબક્કા તરફ આવી પહોંચ્યા છે. આજથી કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ છે અને તેની સાથે જ દિવાળીના તહેવારોની સમાપ્તિ થશે. નવું વર્ષ વધારે શુભ અને લાભદાયી પુરવાર થાય તેવી પ્રાર્થના સાથે વેપારીઓ મુહૂર્ત કર્યા હતા. દિવાળીના તહેવારો બાદ બજારો સુમસાન બન્યા હતા. મોટા ભાગના વેપારીઓ દિવાળીના મિનિ વેકેશનને ધ્યાનમાં રાખીને ફરવા નિકળી પડ્યા હતા. તેઓ આજ ફરી પોતાના શહેરમાં કે ગામમાં પરત ફર્યા છે અને લાભ પાંચમથી પોતાના ધંધા-રોજગારની સારા મુહુર્તમાં શરૂઆત કરવાના છે.