વેબ-સિરીઝ ‘ધૂથા’માં નાગ ચૈતન્ય સાથે પ્રાચી દેસાઈ જોવા મળશે …

0
274

વેબ-સિરીઝ ‘ધૂથા’માં જોવા મળતી પ્રાચી દેસાઈએ જણાવ્યું કે આ શો દ્વારા તેને તેના પાત્રને હટકે અને નવી રીતે એક્સ્પ્લોર કરવાની તક મળી છે. આ શોમાં તેની સાથે નાગ ચૈતન્ય પણ છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહેલા આ શોને વિક્રમ કુમારે ડિરેક્ટ કર્યો છે. પ્રાચી આ શોમાં કામ કરવા માટે શરૂઆતમાં રાજી નહોતી, પરંતુ નાગ ચૈતન્ય અને ડિરેક્ટરે તેની અંદર આ રોલ માટે વિશ્વાસ જગાવ્યો હતો. શોના નરેશન અને પોતાના રોલને ઊંડાણથી સમજ્યા બાદ તે આમાં કામ કરવા રાજી થઈ હતી. એ વિશે પ્રાચીએ કહ્યું કે ‘વિક્રમ કુમાર અને નાગ ચૈતન્ય બન્ને મને આ ભૂમિકામાં જોવા અડગ હતા. આ રોલ બીજા કોઈને તેઓ આપવા તૈયાર નહોતા. વિક્રમ સાથે કામ કરવાનો અનુભવ અદ્ભુત હતો. સ્ટોરી કહેવાના પોતાના વિશેષ દૃષ્ટિકોણ માટે તેઓ જાણીતા છે. ખાસ કરીને થ્રિલર સ્ટોરી. તેમનું ક્રીએટિવ ડિરેક્શન અને હટકે સ્ટોરી કહેવાની કળા ‘ધૂથા’ને યાદગાર બનાવે છે. તેમની સાથે કામ કરીને મને મારા રોલને એક્સાઇટિંગ ઢબે અને અનોખી રીતે એક્સ્પ્લોર કરવાની તક મળી.’