શટડાઉનમાં કરિયાણું, શાકભાજી, ફળ નહીં મળે

0
141

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 380 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 28 દર્દીના મોત થયા છે. જ્યારે 119 દર્દી સાજા થયા છે. આમ મૃત્યુઆંક 396, કુલ દર્દી 6,625 થયા છે જ્યારે અત્યાર સુધીમાં 1500 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. કોરોનાના વધતા જતા વ્યાપને પગલે અમદાવાદના સમગ્ર મ્યુનિસિપલ વિસ્તારોમાં શટડાઉન જાહેર કરાયું છે. આથી ગુરુવારથી દૂધ-દવા સિવાયની તમામ દુકાનો 15 મે સુધી બંધ રહેશે. અમદાવાદના પગલે સુરત અને નડિયાદમાં પણ શુક્રવારથી શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here