શાહપુરમાં પોલીસ પર પથ્થરમારો, PI સહિત 4 પોલીસ કર્મીને ઈજા

0
112

શહેરમાં હાલ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. જેને પગલે હાલ લોકડાઉન ચાલી રહ્યું છે અને 15 મે સુધી કરિયાણા કે શાકભાજીની દુકાનો ખોલવા પર પણ પ્રતિબંધ છે. જેને પગલે પોલીસ હાલ નાગરિકો પાસે કડક લોકડાઉનનું પાલન કરાવવા માટે 24 કલાક ખડેપગે છે, ત્યારે આજે શાહપુર અડ્ડા વિસ્તારમાં લોકડાઉનનો અમલ કરાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને પગલે શાહપુર પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટિયરગેસના 5 સેલ છોડ્યા હતા અને હળવો લાઠીચાર્જ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here