શાહરુખ ખાન બનશે જોસ બટલર ?!!

0
323

શાહરુખ ખાન દુનિયાભરમાં ફેમસ છે અને ઇંગ્લૅન્ડના ક્રિકેટર જોસ બટલરની ઇચ્છા છે કે તેની બાયોપિક કોઈ બનાવે તો એમાં શાહરુખ ખાન કામ કરે. જોસ બટલર હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રૉયલ્સ વતી રમી રહ્યો છે. તાજેતરમાં જ શાહરુખની ટીમને હરાવ્યા બાદ જોસ બટલર અને ટ્રેન્ટ બોલ્ટ વચ્ચે એક ઇન્ટરવ્યુ થયો હતો. આ ઇન્ટરવ્યુમાં ટ્રેન્ટ બોલ્ટે સવાલ કર્યો હતો કે એક બૉલીવુડ ઍક્ટરનું નામ કહે જે તારી બાયોપિકમાં કામ કરે. જોસ બટલરે તરત જ શાહરુખ ખાનનું નામ આપ્યું હતું. તેના જવાબ બાદ ટ્રેન્ટ બોલ્ટે પણ કહ્યું હતું કે અમે બધા શાહરુખ ખાનને ખૂબ જ પસંદ કરીએ છીએ.