શિવસેના નેતા અરવિંદ સાવંતે મોદી મંત્રિમંડળમાંથી રાજીનામું આપ્યું

0
363

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે શિવસેના અને ભાજપના સંબંધોમાં આવેલી કડવાશની અસર હવે છેક દિલ્હી સુધી પહોંચી ગઈ છે. સોમવારે સવારે મોદી સરકારમાં શિવસેનાના કોટાના મંત્રી અરવિંદ સાવંતે પોતાના પદ પરખ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ  પ્રેસ કોન્ફરન્સ યોજીને આ નિર્ણય અંગે સંપૂર્ણ માહિતી આપશે. આખરે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે રાજીનામું આપી દીધું છે.  શિવસેના આ નવા દાવને મહારાષ્ટ્રમાં એનસીપીની સાથે મળીને સરકાર બનાવશે તેવું મનાઈ રહ્યું છે. નોંધનીય છે કે એનસીપીએ મહારાષ્ટ્રમાં ગઠબંધન પહેલા શિવસેનાની સામે એનડીએ સાથે છેડો ફાડી દેવાની શરત મૂકી છે. હવે પ્રશ્ન એ છે કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીની ટીમથી અલગ થયા બાદ શું શિવસેના એનડીએ સાથેના સંબંધો પર પૂર્ણવિરામ લગાવશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here