શું આ વર્ષે પણ ઘરે થી જ “જય કનૈયા લાલ કી”….????

0
717

રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો ઉઠાવી રહી છે. હાલમાં 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 8 શહેરોમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે. બીજીતરફ આગામી 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી આવી રહી છે. દેશભરમાં જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભક્તો રાત્રે 12 વાગે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ઉજવે છે. પરંતુ જો સરકાર 28 ઓગસ્ટ બાદ નવી ગાઈડલાઈનમાં રાત્રિ કર્ફ્યુમાં રાહત ન આપે તો જન્માષ્ટમીના રાત્રે 12 વાગે મંદિરોમાં થતી કૃષ્ણ જન્મની ઉજવણી ભક્તોએ ઘરે જ કરવી પડશે. એટલે કે સતત બીજા વર્ષે પણ ભક્તો ઘરે જ કનૈયાના જન્મદિવસની ઉજવણી કરવાની રહેશે.આ વર્ષની જન્માષ્ટમી ઉજવણી અંતે ભાડજ હરેકૃષ્ણ મંદિરના સંત શ્યામજીએ વાતચીતમાં જણાવ્યું કે, આ વખતની જન્માષ્ટમીની ઉજવણી ભક્તોના પ્રવેશ અંતે અમે સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ. બાકી ભગવાનના જે કઈપણ વિધિ પૂજા થાય છે તે તો થશે જ. પરંતુ ભક્તોને મંજૂરી આપવી કે નહીં તે રક્ષાબંધન બાદ સરકાર તરફથી નિર્ણય લેવામાં આવશે તેવી જાણકારી અમને મળી છે. સાથે જ જે પણ સરકારનો નિર્ણય હશે તે અનુસાર અમે ઉજવણી કરીશું. ગત વર્ષે પણ ભક્તો વગર જ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણ ઘટ્યું છે. છતા અંતે સરકાર શું નિર્ણય લે છે તેની અમે રાહ જોઈ રહ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here