શુક્રવારથી બૅન્કકર્મીઓની બે દિવસ માટે હડતાળ

0
853

દેશભરમાંથી પબ્લિક સૅક્ટર યુનિટની નવ બૅન્કોનાં કર્મચારીમંડળોએ ‘યુનાઇડેટ ફૉરમ ઑફ બૅન્ક ઍમ્પલૉયીઝ (યુએફબીયુ) ‘ના નેજા હેઠળ આ બે દિવસની હડતાળનુ આયોજન કર્યું હોવાનું યુએફબીયુના રાજ્યસંયોજક દેવીદાસ તુલીજાપુરકરે પત્રકારોને જણાવ્યું છે. તુલીજાપુરકરે ઉમેર્યું કે બૅન્કોના અધિકારીઓ અને કર્મચારીઓને પગારવધારો નવેમ્બર 2017થી ચૂકવાયો નથી. ઇન્ડિયન બૅન્ક ઍસોસિયેશન (આઈબીએ) દ્વારા આ મામલે અત્યંત મોડું કરાયું હોવાને લીધે કર્મચારીમંડળોએ પોતાની માગો સાથે હડતાળ પર ઊતરવાનું નક્કી કર્યું છે.

અહીં એ વાત પણ નોંધવી રહી કે 31 જાન્યુઆરીથી સંસદના બજેટસત્રનો પ્રારંભ થઈ રહ્યો છે અને પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. શ્રમમંત્રાલય અને વાણિજ્યમંત્રાલય દ્વારા આ પહેલાં બૅન્કકર્મીઓને હડતાળ પર ન જવા માટે મનાવવા પ્રયાસ કરાયા હતા. જોકે, ઇન્ડિયન બૅન્ક ઍસોસિયેશન અને યુએફબીયુ વચ્ચે સમાધાન થઈ શક્યું નહોતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here