સંજુબાબાને મળ્યો સાઉથનો મોટો પ્રોજેક્ટ..પ્રભાસ સાથે ફાઈટ કરતો દેખાશે સંજયદત્ત

0
340

હાલમાં સંજય દત્ત બોલિવૂડ કરતાં વધુ સાઉથની ફિલ્મોમાં જોવા મળી રહ્યો છે અને તેના કામની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે. સંજુ બાબા કેજીએફમાં તેના શાનદાર કામ માટે ઘણી પ્રશંસા મેળવી રહ્યો છે. હવે સમાચાર સામે આવ્યા છે કે તેને દક્ષિણમાં વધુ એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે.

ફિલ્મોમાં જેમ હીરોનું એક ફેઈન ફોલોઈંગ હોય છે એ રીતે વિલનના પણ લોકો ચાહક હોય છે. એક સમયે હિન્દી ફિલ્મોમાં હીરો કરતા વિલન વધારે ફી ચાર્જ કરતા હતાં. અને એ અભિનેતાઓએ વિલનના શાનદાર કિરદાર નિભાવીને ફિલ્મને રૂપેરી પડદા પર જીવંત બનાવી દીધી. વર્તમાન સમયમાં જો એવો કોઈ વિલન હોય તો એ છે હીરોમાંથી નેગેટિવ ભૂમિકામાં પરિવર્તિન થનાર સંજય દત્ત. સંજય દત્તે એક એવો મંજેલો કલાકાર છે જેણે પોતાની બીજી ઈનિંગમાં વિલનની ભૂમિકાઓ ભજવીને પણ પોતાના આગવા અંદાજથી દર્શકોને આકર્ષિત કર્યા છે. એજ કારણ છેકે, હાલમાં સંજય દત્ત બોલિવૂડ કરતાં વધુ સાઉથની ફિલ્મોમાં જોવા મળી રહ્યો છે અને તેના કામની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે. સંજુ બાબા કેજીએફમાં તેના શાનદાર કામ માટે ઘણી પ્રશંસા મેળવી રહ્યો છે. હવે સમાચાર સામે આવ્યા છે કે તેને દક્ષિણમાં વધુ એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે.

થોડા દિવસો પહેલા સંજય દત્તે તેની આગામી ફિલ્મ ‘બાપ ઓફ ઓલ ફિલ્મ’નું પહેલું પોસ્ટર શેર કર્યું હતું. આ પોસ્ટરમાં બોલિવૂડના ચાર સુપરસ્ટાર કલાકારોને એકસાથે જોયા બાદ ચાહકો ખૂબ જ અધીર જોવા મળ્યા હતા. આ દરમિયાન હવે અભિનેતાની વધુ એક ફિલ્મ વિશે ખુલાસો થયો છે. પિંકવિલાના એક અહેવાલ અનુસાર મારુતિ દ્વારા નિર્દેશિત પ્રભાસની ફિલ્મમાં સંજય દત્તને મહત્વની ભૂમિકા ભજવવા માટે લેવામાં આવ્યો છે. તે કોઈ નકારાત્મક ભૂમિકા નથી પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. અહેવાલ છે કે અભિનેતા દાદાની ભૂમિકા ભજવતો જોવા મળશે. સંજયની સાથે અભિનેત્રી ઝરીન વહાબ પણ જોવા મળશે. આ હોરર કોમેડી ફિલ્મમાં સંજય દત્ત અને ઝરીન વહાબ તેમના કરિયરના અત્યાર સુધીના એકદમ અલગ પાત્રમાં જોવા મળશે.