સરકારી મિલકતવેરાની વસૂલાત માટે મનપાની વધુ એક કવાયત …!? 

0
457

ગાંધીનગર મનપા તંત્રએ પાંચ લાખ રૂપિયાથી વધુનો વેરો બાકી હોય તેવી સરકારી મિલકતો સામે વસૂલાત માટે કમર કસીને સરકારી મિલકતવેરાની વસૂલાત માટે મનપાની વધુ એક કવાયત સંબંધિત વિભાગનો નોટીસ આપવાનો નિર્ણય કર્યો છે બાકી વેરાની રકમ પર વ્યાજની ગણતરી કરીને ૫ લાખ સુધીના બાકીદારોથી પગલાં ભરવાનું શરૂ કરવામાં આવશે ગાંધીનગરમાં મનપાતંત્રએ મિલકતવેરાની આવક મેળવવા માટે
આગોતરી ચૂકવણીમાં ૧૦ ટકા વળતરની યોજના સહિતના પ્રયાસો કરવા છતાં કેટલાક બેજવાબદાર મિલકતધારકોને કારણે યોગ્ય પરિણામ મળી
શક્યું નથી. પાટનગર હોવાથી રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની અસંખ્ય સરકારી કચેરીઓ અને મકાનો છે. જેનો વેરો ભરવામાં સંબંધિત વિભાગો હંમેશા ઉદાસીન રહ્યા છે. આ સરકારી મિલકતો પાસેથી જ કરોડો રૂપિયાનો મિલકતવેરો વસૂલવાનો બાકી રહે છે ત્યારે મનપા તંત્ર દ્વારા
પાંચ લાખ કરતા વધુ મિલકતવેરાની વસૂલાત બાકી હોય તેને નોટિસ  આપવાનું નક્કી થયેલ છે ઉલ્લેખનીય છે કે માત્ર સે.૧૭માં જ આવેલા
આ કરોડોની આવક રળવાના માધ્યમ એવા એક્ઝીબીશન સેન્ટરનો જ સૌથી વધુ પાંચ કરોડનો મિલકતવેરો બાકી નીકળે છે. માર્ગ-મકાન વિભાગ  પાસેથી જ સૌથીવધુ મિલકતવેરો વસૂલવાનો નીકળે છે. ઉલ્લેખનીય છે કે મનપા તરફથી જ્યારે નોટીસ અપાય છે ત્યારે વિભાગો વચ્ચેના આંતરિક
વિવાદને પગલે વેરો ભરવામાં પણ વિવાદ સર્જાતો રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here