સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો, મુખ્યમંત્રી પટેલે કર્યા મા નર્મદાનાં વધામણાં

0
479

ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મા નર્મદાના વધામણા કર્યા છે. નોંધનીય છે કે, સરદાર સરોવર ડેમ આ સિઝનમાં પહેલીવાર સંપૂર્ણ ભરાયો છે અને તેની પર ગેટ લગાડ્યા બાદ ત્રીજીવાર તેની મહત્ત્મ સપાટીએ પહોંચ્યો છે.
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી આ વખતે પ્રથમવાર 138.68 મીટરે પહોંચી છે. જેથી નર્મદા નીરના વધામણાં કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવીને નીરના વધામણાં કર્યા છે. ત્યારે નર્મદા નિગમના અધિકારીઓએ આ અંગે ગઇકાલથી જ તૈયારીઓ કરવાનું શરૂ કરી દીધુ હતુ. નર્મદા નિગમ દ્વારા મા નર્મદાની વિધિવત પૂજા કરવા માટે બ્રાહ્મણ પાસેથી પણ ડેમ પર કઈ જગ્યાએ પૂજાવિધિ કરવીએ અંગે જાણકારી પણ લઈ લીધી હતી. જેથી આજે સીએમ પટેલે ત્યાં જ સંપૂર્ણ વિધિ કરી હતી.